કમલેશ તિવારી હત્યાકાંડ: પોલીસે બંને આરોપીઓ અશફાક અને મોઈનુદ્દીનની તસવીરો બહાર પાડી
યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે.
લખનઉ: યુપી પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીઓની તસવીરો બહાર પાડી છે. બંને આરોપીઓના નામ અશફાક અને મોઈનુદ્દીન છે. આ બાજુ કમલેશ તિવારીની હત્યા કરીને ભાગેલા બંને આરોપીઓ રવિવારે મોડી રાતે શાહજહાપુરમાં જોવા મળ્યાં. બંને ગૌરીફાંટાથી થઈને નેપાળ ભાગવાની ફિરાકમાં હતાં પરંતુ કડક ચેકિંગના કારણે સફળ થઈ શક્યા નથી. ડીજીપી ઓપી સિંહે બંને પર અઢી અઢી લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
કમલેશ તિવારીની હત્યાથી 6થી વધુ હિન્દુ નેતાઓ ગભરાયા, બોલ્યા-'અમને સુરક્ષા આપો'
વારદાત બાદ હત્યાના બંને આરોપી ટ્રેનથી બરેલી પહોંચ્યા અને ત્યાં કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાની માહિતી બહાર આવ્યાં બાદથી પોલીસ અને એસટીએફની ટીમો બરેલી અને આસપાસના શહેરોમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. પોલીસને સ્થાનિક લોકોથી એ પણ જાણવા મળ્યું કે શાહજહાપુર રેલવે સ્ટેશનના પૂછપરછ કાઉન્ટર પર બંને સંદિગ્ધોએ ટ્રેન અંગે માહિતી જાણી હતી.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યા
શહેરના સીસીટીવી ફૂટેજમાં બંને સ્ટેશન રોડથી અશફાક નગર જતા જોવા મળ્યાં. રેલવે સ્ટેશન પાસે એક હોટલના મેનેજર રાજેન્દ્રકુમારે જણાવ્યું કે લખનઉથી આવેલી પોલીસે હોટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફૂટેજમાં બંને સંદિગ્ધ રવિવાર રાતે 12 વાગે રેલવે સ્ટેશનથી શહેર તરફ જતા જોવા મળ્યા હતાં. રોડવેઝના સ્ટેશન માસ્ટર સુશીલ ત્રિવેદીએ જણાવ્યું કે એસઆઈટીએ બસ સ્ટેશને લાગેલા સીસીટીવી કેમેરા અંગે પૂછ્યું. બસ સ્ટેશન પર હાજર મુસાફરો પાસેથી સંદિગ્ધની ઓળખ કરાવવાની પણ કોશિશ કરી.
જુઓ LIVE TV